ખુશી
ખુશી
સમય સમય પર એને ઓળખવી પડે છે,
ખુશીઓ મળતી નથી, એને શોધવી પડે છે,
તમારો સાથ પામીને પામર નથી રહ્યો હું,
આ વાત તમને કેમ વારંવાર કહેવી પડે છે?
જગતને સમજાવી ના શકું મારી તકલીફ ભલે,
પણ પોતાના લોકોને ય તે સમજાવવી પડે છે!
ઈશ્વર, ફક્ત જન્મ આપવાથી કાઈ થતું નથી,
મને પૂછ, જીંદગી ચાલતી નથી, ચલાવવી પડે છે,
એકાદ મુશ્કેલી હોત તો ઘણો જ આરામ હોત,
ઘણી છે એટલે સમાતી નથી, સમાવવી પડે છે!
