STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

પ્રયાસ

પ્રયાસ

1 min
0

કે શક્ય એટલા પ્રયાસો કરી ચુક્યો છું,
ઈશ્વર, હું તને પણ પડકારી ચુક્યો છું,

 કદાચ તને નહીં ગમ્યું હોય એ શક્ય છે,
તારા મંદિરમાં તું નથી એ ધારી ચુક્યો છું,

 છે સુખની વ્યાખ્યા શું એ મને ન પૂછ તું,
હું બધા દુઃખ મારા ખાતે ઉધારી ચુક્યો છું,

 આશા કેવી હોય એ મને ખબર કેમ હોય?
હું દરેક ઈચ્છાઓની આગ ઠારી ચુક્યો છું,

 હવે મંઝિલે પહોંચવાની ઝંખના નથી રહી,
કારણ કે હું મારી મંઝિલ પસારી ચુક્યો છું!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Inspirational