STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Classics Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Classics Inspirational

એવું ક્યાં છે

એવું ક્યાં છે

1 min
10

જવાબદારીથી છૂટીને ભાગી જવાય, એવું ક્યાં છે,

ને કોઈને એ વિશે કશું ય કહી શકાય, એવું ક્યાં છે!


નસીબ ક્યાં લઈ જાય છે આપણે જવું હોય ત્યાં?

ને જ્યાં લઈ જાય ત્યાં રહી શકાય, એવું ક્યાં છે!


સંભાવના શાંતિ મળવાની જગતમાં ઓછી રહે છે,

અને સ્વર્ગમાં ય શાંતિ પામી શકાય, એવું ક્યાં છે!


લક્ષ્ય સઘળા સિદ્ધ કરવામાં ઘણું ગુમાવી ચુક્યા,

હવે એ સમયને પાછો લાવી શકાય, એવું ક્યાં છે!


તમે મારી અંદર વસો છો પણ કેમ વિશ્વાસ અપાવું?

ને હૃદય ખોલીને તમને બતાવી શકાય, એવું ક્યાં છે!



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Classics