લાગણી
લાગણી


વાહ આ કાબેલિયત પણ તમારી છે નિરાળી
ખૂન પણ તમે કરો ને વાંક મરનાર નો આવે
અન્યની લાગણીની હત્યા કરી નાખે ઠંડા કલેજે
ને પછી એ વાતને આત્મહત્યામાં ખપાવે.
ક્યારેક તો જન્મી હતી તમને પણ લાગણીઓ કુણી મારા માટે,
તો પોતાની જ લાગણીઓને કેમ કચડતા ફાવે?
ક્યાં સુધી આમ સંબંધોને, ચડાવશો બલી પર નિપુર્ણ,
યાદ કરી લેજો અમોને જ્યારે, તમને પણ એકલતા સતાવે.