STORYMIRROR

Purnendu Desai

Tragedy

4  

Purnendu Desai

Tragedy

ઓળખાણ

ઓળખાણ

1 min
23.2K

આભાર તારો કે હજી ઓળખાણ રાખે છે,

હજુ પણ એક થોડો વ્યવહાર સાચવે છે.


કહેતો નથી પણ લાગણી તો અનુભવું છે, કઈ નથી, તો હજુ મારી યાદ કેમ આવે છે.


ઉઠતા અરમાનોને તું હર વખતે દફનાવે છે,

દિલ તારુ, તને જ, ક્યાં કાબુમાં રાખે છે.


માંગુ છું હું જેટલી વાર એક હકાર જેનો,

તું તર્કબદ્ધ રીતે વારંવાર નકાર આપે છે.


અરજી કરી છે ઈશ્વર તને ઘણીવાર કે,

દિલ મારુ બસ તારો થોડો સહકાર માંગે છે.


હંમેશા જાતને તો નિપુર્ણ મનાવી લે છે,

પણ માણસ છું,મને પણ નકારનો ભાર તો લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy