જીવું છું
જીવું છું
કે ઘણી ઈચ્છાઓ લઈને જીવું છું,
કંઈક અધૂરી અપેક્ષાઓ લઈને જીવું છું,
મરણ થયું છે આજે સાચા પ્રેમ નું,
હું હજુય એ વહેમ લઈને જીવું છું,
મંઝિલ ને સામે નિહાળી જીવું છું,
રસ્તો નથી કોઈ એ માનીને જીવું છું,
તારી જ રાહ જુએ છે આંખો મારી,
તું આવે નહીં, હું મન મારીને જીવું છું,
એકલતા તો ખૂબ સાલે, શું કરી શકું?
હવે તને બસ દિલમાં રાખીને જીવું છું.