STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Fantasy

ખેંચાણ

ખેંચાણ

1 min
326


નથી ખબર એ કયા રસ્તાનું ખેંચાણ હતું,

જ્યાં રહેતો હતો ત્યાં ક્યાં રહેઠાણ હતું !


ભીતરે સળગતો લાવા ભરેલો એટલે મેં,

કારણ, ભીતરમાં જ થતું રમખાણ હતું !


સુખ બધા છેટા રહ્યાનું કારણ સમજાયું,

કે નસીબ મારી હાજરીથી અજાણ હતું !


કે સ્થિર ના થયો તારી ભક્તિમાં હું પ્રભુ,

આ જગતની મોહમાયાનું કમઠાણ હતું !


અકળ છે તારી લીલા એ માની ગયો હું,

શાંત દરિયે પણ ડૂબતું મારુ વહાણ હતું !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy