જવાબ
જવાબ
જીવનમાં ભલે ઘણાં પ્રશ્નોનો જવાબ નથી,
પણ એવું ય નથી કે મારે કોઈ ખ્વાબ નથી,
જેટલી નશીલી લાગી હતી નજર તમારી,
આ જગતમાં તો એથી સારી શરાબ નથી,
ઈશ્વર, કહે મને, મા સામે તારી શું વિસાત,
તેનાં ખોળા આગળ તારોય રુઆબ નથી,
જાતે જ ગાલે તમાચો મારી દઉં છું એટલે,
મારે એવું કહેવું છે, કે સમય ખરાબ નથી,
ને જ્યારે તમારો હાથ મારા હાથમાં આવે,
કેમ માનવું કે મારી હથેળી ફૂલછાબ નથી !