STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

3  

ચૈતન્ય જોષી

Tragedy

તારા વિના

તારા વિના

1 min
409


છે જગત બેકાર બસ તારા વિના.

ના રહે આધાર બસ તારા વિના.


નૈન પણ ભટકી રહેતાં શોધતાં, 

ઉર સહેતું હાર બસ તારા વિના.


આવ દિલદ્વારે સજાવી દે કદી,

ના સહેવો ભાર બસ તારા વિના.


આજ આંગણ ઝંખતું તુજને હવે,

લાગતું ભેંકાર બસ તારા વિના.


તુજ થકી લાગે મને શીતળ સદા,

દુઃખ પારાવાર બસ તારા વિના.


Rate this content
Log in