એટલી ખબર
એટલી ખબર


જન્મથી એ માણસ હતો એટલી ખબર.
કૈંક બનવાના ખ્વાબ કરતો એટલી ખબર.
સ્વાર્થની દુનિયામાં કેવો ફસાયો લાલચે,
સસ્તી લોકપ્રિયતામાં મથતો એટલી ખબર.
જાણતો બધુંયે તોય એ ભૂલ કરી જતો,
પામવા મારગ ખુદ ચાતરતો એટલી ખબર.
શોર્ટકટ એનો હતો મકસદ મેળવવા કૈંક,
ક્યારેક માનવતાને ભૂલતો એટલી ખબર.
તનથી મનુજ પણ મનથી પશુવત્ વર્તતો,
સ્વાર્થઅંધ પશુને શરમાવતો એટલી ખબર.
હશે પસ્તાવો ઈશ્વરને માનવદેહ આપ્યાનો,
ખુદ ઈશ્વરનેય એ ભરમાવતો એટલી ખબર.