STORYMIRROR

Purnendu Desai

Tragedy

4  

Purnendu Desai

Tragedy

શુષ્ક પ્રેમ

શુષ્ક પ્રેમ

1 min
459

સાચો છો, દોસ્ત, હુંજ છું સસ્તો થયો, 

મારા સમયને તારી સાથે વિતાવવા,

જૂની યાદોમાં કદાચ વધુ બહેકી ગયો.


માંગ્યો તો પ્રેમ અને એ પણ તારી સંમતિથી,

મળ્યો એ દાનમાં, શરતોની અધિનતાથી,


ન ઇચ્છવું, ન માંગવું, ન પ્રેમથી કહેવું કહી,

બસ, બીજાઓની જેમ ,ગોઠવાઈ જવું અહીં,


સ્વીકારવાનોજ છે તને, જેવો છે એવો

તો, મંજુર છે, શુષ્કતાનો આ સમય પણ તેવો,


બહુ માંગ્યો, બહુ ઝંખ્યો સહવાસ તારો,

દેવોજ હોય પ્રેમ તો હકનો દે, જે છે મારો,

ભીખમાં કે ઉધારમાં ન દે પ્રેમ આમ તારો.


ક્યારેય ભૂલથી પણ કોઈ ક્ષણે,

મારી જો લાગણી આવે સમજમા 'નિપુર્ણ'

તો કહી દે જે મને, પછી 'શ્રદ્ધાંજલિ'

નહિ સંભળાય મને 'સ્મશાનમાં'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy