વ્યથા
વ્યથા
1 min
512
જિંદગીના ગણિતમાં જયારે સરવાળો ખોટો પડે
દરદનો ગુણાકાર અને લાગણીઓનો ભાગાકાર થાય
મનનો તરફડાટ જયારે આખરી પળને તરસે
આંખોમાં આંસુ અને હૃદયમાં નિરાશાનો વાસ થાય
પ્રેમના નામે જયારે સંવેદનાઓને પીડા થાય
જીવને જીવવા કરતા મરણ સરળ થાય
પોતાના જયારે પારકા થઇને પ્રશ્ન કરે
મને ટોળામાં ખાલીપાનો અનુભવ થાય
એકના અગિયાર કરતા કરતા શૂન્ય થઇ જાય
ગુણાંક ખોયા કરતા ખોટા પડ્યાનું દુઃખ વધારે થાય
તણખલાને સહારે જયારે તરી જવાનું મન થાય
આશાઓની અને તારી ગેરહાજરી અનુભવાય
સાથે જ રહીશું, તે કહ્યું હતું
એક બીજાના થઇને જીવીશું, તે કહ્યું હતું
હજુ પણ તારા એ શબ્દો સાથે
કોઈ જીવી રહ્યું છે અંધકારમાં અજવાળાની આશ સાથે