STORYMIRROR

Hello Sept

Inspirational Romance

3  

Hello Sept

Inspirational Romance

તું અને હું ....

તું અને હું ....

1 min
532


આંખો ઉઠાવવાની એક જુર્રત શું કરી,

એક પાન નહિ આખી પાનખર ખરી,


ધીરજ રાખ અને બેસ તું ઠરી,

દિલ ને કહ્યું મે શબ્દો ભરી ભરી,


ગઝલ મારી પઝલ બની ગઈ,

અને કવિતાની સરિતા થઇ ગઈ,


બાંધીને રાખેલ એ દોર છૂટી ગઈ,

આજે ઈચ્છાઓ મારી મસ્તીખોર થઇ ગઈ,


આવ તું ને હું એક જીવન જીવી લઈએ,

શ્વાસના આ સિલસિલા ને ચાલને માણી લઈએ,


એક અરસો થઇ ગયો પ્રેમની એ જીદને,

એક રમત ચાલને હજુ ઓર રમી લઈએ,

એક બીજાને ચાલ ને હજુ ઓર ગમી જઈએ .....


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational