STORYMIRROR

Hello Sept

Inspirational

3  

Hello Sept

Inspirational

વાત તારી અને મારી

વાત તારી અને મારી

1 min
26.6K


ક્યારેક હારી ને તો ક્યારેક થાકી ને

બસ હવે મેં સ્વીકારી લીધું

ક્યારેક બોલી ને તો ક્યારેક મૌન રહી ને

બસ હવે મેં શીખી લીધું


સપના જોઈ ને ચણેલી આપણી સહિયારી જિંદગી

સાથે બેસી ને માણેલી આપણી અતૂટ મૈત્રી

રાતો જાગી ને વાવેલી આપણી પ્રીત

સૌ ને અનજાણ રાખી જીવવા ની આપણી રીત


માંડ મળેલો સાથ અને

એક બીજા નો હાથ


ચોરી ને જીવેલી જિંદગી અને

દરેક દુવા માં તારી બંદગી


તારી અધૂરી વાત અને

મને ના ગમતી આદત


મારા અલ્પવિરામ અને

તારા પૂર્ણવિરામ


મારી ના છુપાવવા ની મન્નત અને

તારી ડરી ને જીવવા ની આદત


બસ હવે બહુ થયું, મેં કહ્યું

એવું કૈં નથી થયું, તે કહ્યું


તિરાડ માં થી ખાઈ અને

ખાઈ માં થી સાગર બની ગયો

આપણી ગેરસમજણ નો


હવે ચેતી જઈએ

હવે સાંધી લઈએ

હવે સાંભળી લઈએ

હવે સંભાળી લઈએ


સમય ની હાર અને આપણી જીત

જમાના ને ફેંટ અને પ્રેમ ને ભેટ

તું મારો મીત અને એ જ મારી જીદ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational