તું અને હું
તું અને હું
1 min
14.8K
તારી નાદાનિયત અને મારી સહેલિયત,
તારો અહમ અને મારો ઝખ્મ,
તારી ચાહત અને મારી કયામત,
તારો તિરસ્કાર અને મારો સ્વીકાર.
પણ ....
તારો હાથ એ જ મારો સાથ,
તારો અહેસાસ એ જ મારો સહેવાસ,
તારી ઈચ્છા એ જ મારી જિજીવિષા,
તારા પ્રાસ એ જ મારા અનુવાદ,
તારા સપના એ જ મારી રચના.
તારા વગર, હું અગર
જીવી તો લઉ પણ જીતી નહિ શકું,
પામી તો લઉ પણ માણી નહિ શકું,
સહી તો લઉ પણ કહી નહિ શકું,
રાચી તો લઉ પણ નાચી નહિ શકું,
વેચી તો લઉ પણ વહેંચી નહિ શકું.
એટલે જ ચાલ...
મૌનને સંવાદ બનાવીને,
દરદને તાકાત બનાવીને,
આંસુને હાસ્યમાં સમાવીને,
હૃદય પાસે કહ્યું કરાવીને,
જીવી લઈએ હવે,
થોડુંક આપણા માટે.

