દર્દ સહેવું પડે છે અનહદ
દર્દ સહેવું પડે છે અનહદ
જિંદગીમાં દરદ અનહદ સહેવું પડે છે,
ક્યારેક યાદમાં કોઈની તડપવું પડે છે,
હોય ગમે તેટલો પ્રેમ એકબીજા માટે તોયે,
એકબીજાની એક ઝલક માટે તરસવું પડે છે,
મળી જાય છે ક્યાં સહજમાં કોઈનો પ્રેમ,
ઘણીય અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે,
રાતોની રાતો આમ યાદમાં વીતી જાય,
વિરહનું દર્દ એમાં સામટું સહેવું પડે છે,
રાખો તમે ભલે હૈયે છલોછલ પ્રેમ તોયે,
જુદાઈની આગમાં હૈયું બાળવું પડે છે.
