ક્યાં કોઈની મજાલ છે
ક્યાં કોઈની મજાલ છે
સ્વભાવે સાવ સીધી ને સરલ છે,
એના હૈયામાં ચાલે કોઈ ગડમથલ છે,
ભલે ને ખડખડાટ હસતી હોય છે એ,
પણ હૈયે એને કંઈક ઉથલપાથલ છે,
ચહેરો હસતો, પણ હૈયે લાખો પીડા છે,
જોને વેદના વ્યક્ત કરતી એની ગઝલ છે,
ખોટે ખોટું મુખડું મલકાતું રાખે છે સદા,
આજનું સ્મિત પણ ક્યાં એનું અસલ છે !
કહેતી નથી કોઈના પોતાના દુઃખ દર્દ એ,
એનું હૈયું પામી શકે એવી ક્યાં કોઈની મજાલ છે !
મુસ્કુરાહટ એની જાણે જાદુ સમી લાગે !
પણ જોને આંખો એની જાણે સજલ છે !
