માનવી કેમ છે આટલો મગરૂર ?
માનવી કેમ છે આટલો મગરૂર ?
ભાગદોડ ભરી દુનિયામાં ક્યાંથી મળે કરાર !
જ્યાં આગળ થવાની હોડ ચાલે છે બેશુમાર.
સગપણ તો બસ થઈ ગયા સઘળા સ્વાર્થના,
ભરાઈ છે ક્યાં હવે?પડી હોય જો દરાર !
ફૂલો ખીલ્યાં પંખીઓ ટહુક્યા આવી બહાર,
પણ કોઈને ક્યાં છે સમય માંણે આ સવાર !
બસ પૈસા કમાવવાની હોડમાં પાગલ થયો,
ગીતો ગાતી કોયલનો ક્યાં સંભળાય છે ટહુકાર !
એતો ખુશીઓને શોધતો ફરે ધન દૌલતમાં,
એને તો ક્યાં સંભળાય છે ઝરણાનો ઝણકાર !
રાતદિવસ એની ધૂનમાં દોડયેજ જાય છે !
એતો પોતાની જાતનો ક્યાં કરે છે વિચાર !
શું મળશે અંતે બે ગજ જમીનને ?
ખબર છે તોયે કેમ માનવી છે આટલો મગરૂર ?
