માણસોનાં બદલાતા રંગો
માણસોનાં બદલાતા રંગો
માણસ ને જ હતા કલર,
હવે તો નોટ પણ કલરફુલ છે.
મેકઅપનાં જમાનામાં,
સૌ કોઈ બ્યુટીફુલ છે.
સવારે મંદિર સાંજે હોટેલ,
રાતે સિનેમા હાઉસફુલ છે.
ઘર સરસ કપડાં સરસ,
અને ઘરડાંઘર તો વન્ડરફુલ છે.
પ્રેમ, સંસ્કાર, સમાજ,
બધામાં પૈસો પાવરફુલ છે.
ફ્રેન્ડ લીસ્ટ, ફોલોઅર્સ ઘણાં,
પણ દરેક સંબંધ ડાઉટફુલ છે.
માણસ ને જ હતા કલર,
હવે તો નોટ પણ કલરફુલ છે.