STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

જિંદગીનું ગણિત મને અઘરું લાગ્યું

જિંદગીનું ગણિત મને અઘરું લાગ્યું

1 min
19

જીવનનું ગણિત મને ખૂબ અઘરું લાગ્યું,

સવાર થયું ને મારું સોનેરી શમણું ભાગ્યું,


વરસો સુધી અથાગ પ્રયાસો કર્યા મંઝિલ માટે,

પણ જોને વરસો વીત્યાં કશું હાથ ના આવ્યું !


આ ફૂલ તો ખીલીને કરમાઈ ગયું ઘડીમાં,

પણ મને ખીલીને કરમાઈ જવાનું ના ફાવ્યું,


શબ્દોને મે રાજી કર્યા ત્યાં વિચારો ભાગ્યા,

આમ હૈયાની પીડાને શબ્દોનો દેહ આપતા ના આવડ્યું,


કહી તો દીધી મારી વાતોને મે એને ઈશારામાં,

પણ જોને મારી વાતોને એને સમજતા ના આવડ્યું !


જિંદગીનું ગણિત મને ખૂબ અઘરું લાગ્યું,

આ સંબંધોનું સમીકરણ મને જબરું લાગ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy