આખરે એ મને છોડી ગયો
આખરે એ મને છોડી ગયો
આખરે સમય મને લાત મારી ગયો,
સંજોગો સામે હું સાવ હારી ગયો.
હતો જેના પર જાત કરતા વધારે વિશ્વાસ,
આખરે એજ તો ગાલ પર તમાચો મારી ગયો.
સોનું સમજ્યું, એ જોને કથીર નીકળ્યો,
જાણે જીવનની બાજી હું હારી ગયો !
હંસ સમજી સંગ કર્યો, એતો બગલો નીકળ્યો,
જે નહોતો એવો હું એને ધારી ગયો.
આંતરડી મારી એતો રાખ કરી ગયો,
જેને આંતરડી હું તો ઠારી ગયો.
આખરે એ મને છોડીને ચાલ્યો ગયો,
જેના પર હું મારું જીવન વારી ગયો.
