તને અમારા માટે પ્યાર નથી ?
તને અમારા માટે પ્યાર નથી ?
ડિયર જિંદગી તારા દરેક સવાલનો મારી પાસે ઉતર નથી,
તું એટલી પરેશાન નાં કર,હું માનવ છું પથ્થર નથી.
માંડ માંડ એક પહેલી સુલઝાવું ત્યાં તું બીજી તૈયાર કરે,
તારી દરેક બાજી જીતી શકું હું એવી બાજીગર નથી.
ક્યારેક હું નિરુત્તર બનીને, પૂતળું બનીને રહી જાઉં છું,
તારી સામે જંગ માંડી શકું એવું મારી પાસે કોઈ હથિયાર નથી !
તું તારી મરજી પ્રમાણે અમને દોડાવ્યા કરે છે,
શું તને થોડો પણ અમારા માટે પ્યાર નથી ?
ક્યારેક તું તો વાર પર વાર કરે જાય છે,
અમે તો કદી કરતા તારા પર વળતો પ્રહાર નથી !
ક્યારેક તું અપને પોતાના સમજી પ્યાર કર,
તારો આ અમને ગમતો વ્યવહાર નથી.
