STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

"મૌનનો દરિયો."

"મૌનનો દરિયો."

1 min
10

હોઠ મૌન છે પણ હૈયે ઘણી વાતો ધરબાય,

શબ્દોનું રૂપ આપતા જોને આ હૈયું સંકોચાય,


હૈયે ઘણી વાતો છે મારે તને કહેવા માટે,

પણ જોને પિડાથી દિલનો દરિયો ઘુઘવાય,


દુઃખોનો આકરો તાપ સહન કરે હૈયાનો દરિયો,

જોને આંખોથી અશ્રુ બની આ દુઃખ છલકાય,


બદનામીનો ડર લાગે આ ઘાયલ હૈયાને,

એટલે જ આ હોઠ ખૂલીને ફરી બીડાય,


વણકહી વાતો આ હૈયાને ભારે પીડા આપે,

એટલે જ આ દુઃખી દલડું ઝાઝું અકળાય,


લાખો પ્રયાસો છતાં ન મળે સુકૂન દિલને,

એટલે જ દુઃખની આગમાં દિવસ રાત એ શેકાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy