તું ક્યારે સમજીશ વાત દિલની
તું ક્યારે સમજીશ વાત દિલની
કવિતામાં રજૂ કરું છું હું મારી કથની,
તારા વગર વસમી લાગે છે મને રજની,
પળપળ ઝંખે છે મારું હૈયું તને જોવા,
તારી યાદમાં થાય મારી આંખડી ભીની,
તારા દીદાર મારે તરસે મારું બેતાબ હૈયું,
હૈયાને લાગી છે તારા મિલનની લગની,
નથી રહેવાતું હવે મને તારા વિના સાજણ,
દિવસ રાત તડપાવે છે તારા વિરહની અગ્નિ,
મે તો રજૂ કરી દીધી શબ્દોમાં મારી કથની,
પણ તું ક્યારે સમજીશ વાત મારા દિલની ?
