જીવનનો દાખલો અઘરો લાગ્યો
જીવનનો દાખલો અઘરો લાગ્યો
જીવનનો દાખલો મને તો લાગ્યો અઘરો,
દરેક સમય મને તો લાગ્યો ખૂબ આકરો.
પોતાના જેને સમજ્યા એજ પરાયા થયા,
જરૂર સમયે ના મળ્યો મને કોઈ સહારો.
દુઃખના સમયે પોતાના પણ પારકા થયા,
જરૂરત સમયે ના મળ્યો મને કોઈ આશરો.
મે તો જીવ્યું હંમેશા બીજા માટે જીવન,
પણ તુફાનમાં મને ના મળ્યો કોઈ કિનારો.
દુઃખનાં સમયે મારા હૈયે ધીરજ ધરી શકે,
એવો કોઈ ના મળ્યો મને ઈશારો.
