તમારી ચાહતના દિવાના હતા
તમારી ચાહતના દિવાના હતા
તમારી ચાહતના અમે દિવાના હતા,
શમા તમે, અને અમે પરવાના હતા.
અમે સમજી શક્યા નહીં, નાદાન હતા,
નહિ તો અમારા પણ એક જમાના હતા.
ખંડેર થઈ ગયું અમારા હૈયાનું મકાન,
એક દી જેમાં તમારા પણ ઠેકાણા હતા.
તમે તો ફેરવી લીધી નજર અમારા તરફથી,
પહેલા તમે પણ અમારા પ્યારના દિવાના હતા.
ચમકતો હતો અમારા ભાગ્યનો સિતારો,
પહેલા અમે પણ ભાગ્ય દેવતાના ચાહિતા હતા.
કરવી તો ફરિયાદ કોને કરવી અમારે ?
દુશ્મન બન્યા એજ, જેની સાથે મજબૂત દોસ્તાના હતા.
