તારા વિના હૈયાની ધરા સૂકાય
તારા વિના હૈયાની ધરા સૂકાય
તારી સાથે વાતો વિના મારું મનડું મૂંઝાય,
પણ તને મારા દિલની વેદના ક્યાં સમજાય ?
જ્યાં જોઉં ત્યાં તારી તસવીર મને દેખાય,
ઘરના ખૂણે ખૂણે તારો અવાજ પડઘાય,
ભીડમાં પણ મને તારો જ ચહેરો નજર આવે,
આયનામાં નિરખું હું તો પણ તું જ દેખાય,
તારી એક ઝલક માટે તરસે છે મારું હૈયું,
તારા દીદાર વિના હૈયાનો ગુલશન કરમાય,
પળ પળ કઠિન લાગે તારો વિરહ મને,
જાણે તારા વિના તો હૈયાની ધરા સૂકાય,
ધન દોલત સઘળું તારા વિના વ્યર્થ લાગે,
બધે તારી જ કમીથી મારું હૈયું પીડાય.
