STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

હું કેવી નાદાન છું

હું કેવી નાદાન છું

1 min
4

હું તો કેવી નાદાન છું, સૂરજ પાસેથી ઝાકળ પરત માંગુ છું,

ઈશ્વર પાસેથી મારી પ્રાર્થનાનો જવાબ તરત માંગુ છું,


હું તો કેવી નાદાન છું પાનખર પાસે વસંત માંગુ છું,

પથ્થર દિલ પાસે પ્રેમનો પ્રતિસાદ માંગુ છું,


હું તો કેવી નાદાન છું, અમાસે આકાશ પાસે પૂનમનો ચાંદ માંગુ છું,

ધગધગતા રણ પાસે હું તો વરસાદ માંગુ છું,


આ ભાગદોડ કરતા માનવ પાસેથી માનવતા માંગુ છું,

ખારા દરિયા પાસેથી મીઠી સરિતા માંગુ છું,


હું તો કેવી નાદાન છું, પરાયા લોકો પાસેથી પ્રીત માંગુ છું,

કોયલને મૂકી, કાગડા પાસેથી ગીત માંગુ છું,


હું તો કેવી નાદાન છું, આકાશ ધરાની મુલાકાત માંગુ છું,

ઈશ્વર પાસે હું સઘળી મખલુકાત માંગુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy