Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

"આ જિંદગી."

"આ જિંદગી."

1 min
7


કેવી સતાવે છે જોને આ જિંદગી !

નિતનવા ખેલ કરાવે આ જિંદગી.


હૈયે નવા શમણાં જગાવે આ જિંદગી,

તોડી શમણાંઓ, જોને રડાવે આ જિંદગી.


પરિસ્થિતિઓ સામે નતમસ્તકે ઝુકાવે જિંદગી,

ડગલે ને પગલે માનવીને ડરાવે આ જિંદગી.


એક સમસ્યા ઉકેલો ત્યાં બીજી તૈયાર હોય,

અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ફસાવે આ જિંદગી.


અસ્ત થવાની અણી પર હોય જ્યાં માનવી,

ત્યાં સૂરજની જેમ ચમકાવે આ જિંદગી.


હારવાની અણી ઉપર હોય ક્યારેક,

ત્યારે સફળતાનો તાજ પહેરાવે આ જિંદગી.


કેવી નટખટ, અલ્લડ, જિદ્દી અવળચંડી છે,

મરવાની અણી પર જીવવા માટે પટાવે આ જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy