STORYMIRROR

dinesh Nayak "Akshar"

Tragedy Others

4  

dinesh Nayak "Akshar"

Tragedy Others

અગમ છે

અગમ છે

1 min
11

દિલમાં તો ઊંડા ઊંડા જખમ છે,

ઘાત આપવાની અહીં રસમ છે.


નિભાવતું કોઈ નથી વફાદારી,

મહોબત એથી કૈંક ભરમ છે.


અજંપો જ અજંપો છે જીવનમાં,

શાંતિ જેવું ક્યાંય નથી, વહમ છે.


વીંધાઈ ગયું જાણે આતમ પંખી,

મરણ પછી તો નવો જનમ છે.


સમજી શકે પણ ક્યાંથી 'અક્ષર' ?

સમયની હર ક્ષણ અગમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy