વાંચો
વાંચો
1 min
9
કદી શબ્દની કે કદી અર્થની પાર વાંચો,
નથી કાંઈ લખ્યું પણ નિર્વિચાર વાંચો.
હજી કેટકેટલી ભૂખી ભૂતાવળ નાચે,
ભૂલી જાઓ તો એક અખબાર વાંચો.
કહે છે એક કોરો કાગળ કે સ્તબ્ધ છું,
કદી મૌન ભીતરનો અંગાર વાંચો.
નજર જ્યાં ઠરે ત્યાં શીતલ છાંય છે,
ઊભાં વૃક્ષ થઈને ત્યાં ઉપકાર વાંચો.
લખાયું છે સૂત્રમાં નગદ સત્ય,
તમે સત્યનો જલદ પડકાર વાંચો.
- દિનેશ નાયક 'અક્ષર'
. સરડોઈ
