પ્રકૃતિમાં છે ચારેકોર સંગીત
પ્રકૃતિમાં છે ચારેકોર સંગીત
આજ તો પડી અનોખી ભોર,
થનગનાટ કરે હૈયું બની મોર,
જ્યાં જુવો ત્યાં આનંદ ચારેકોર,
સૂરજ લાવ્યો સોનેરી કિરણ,
જોને આ ફૂલો પર ચમકે એમ,
જાણે કોઈ મુગ્ધાનાં ગળામાં મોતીની માળા
આ હવાના તરવરાટમાં છે સંગીત,
આ પંખીના ટહુકામાં છે સંગીત,
આ ખળ ખળ વહેતા ઝરણામાં સુંદર સંગીત,
આ નદીઓનાં નીરમાં છે અદ્ભૂત સંગીત,
આ પનિહારીનાં કંગનના રણકારમાં છે,
ચુંબકીય સંગીત,
આ પનિહારીના ઝાંઝરના ઝણકારમાં છે,
કર્ણપ્રિય સંગીત,
આ પર્ણોના ફર ફર ફરકવામાં છે,
સુમધુર સંગીત,
પ્રકૃતિમાં જ્યાં જુવો ત્યાં સુમધુર સંગીત,
માનવીના ધબકારમાં અદ્ભૂત સંગીત,
ઈશ્વર છે શ્રેષ્ઠ સંગીતકાર,
એના હરેક સર્જનમાં છે સુમધુર સંગીત.
