STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

જેવું

જેવું

1 min
10

ઉપાધિઓ ગળે વળગી પછી લાગે પતન જેવું,

નસીબે જ્યાં નચાવે જિંદગી લાગે ચયન જેવું,


જગત આખું હથેળીમાં સમાવી થાક લાગ્યો ને, 

ઘરે આવી જરા વિશ્વાસ બેઠો છે વતન જેવું,


હતી અવઢવ કરું કે ના કરું છેલ્લાં પ્રયાસો ત્યાં,

નજર મળતાં થયો વિશ્વાસ ભીતર છે જતન જેવું,


હતો અવસર ઘણો આનંદનો ઉલ્લાસ જોતાં થ્યું, 

હરખમાં ભંગ કરવાનાં બહાનાં તો અગન જેવું, 


પછેડી જેટલી ત્યાં સોડ તાણો પવાત સમજાવી,

કરે ચિંતા જગત આખાની લાગે, છે લગન જેવું,


કસમ આપી કરાવે કામ ધાર્યા મન કહે ના કર,

વગર ઈચ્છા ઘણી મુશ્કેલી પડે લાગે દમન જેવું,


પરીક્ષા આકરી કરશે સદા સમસ્યા ઉકેલાવી, 

હતો કાગળ અહીં કોરો ઉકેલ્યો, છે નયન જેવું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract