એવો છે સુંદર ચાંદ મજાનો
એવો છે સુંદર ચાંદ મજાનો
ભલે હોય ચાંદમાં દાગ,
પણ તોયે એ આકાશનો સમ્રાટ,
તારલાઓના તાજ એના માથે,
પૂરું આકાશ એની સાથે,
સૌને મોહિત કરતો,
સૌને સમોહિત કરતો,
આકાશમાં પ્રાણ એ પૂરતો,
કેવી સુંદર મુખાકૃતિ !
કેવી સુંદર એની આકૃતિ !
સદા ચમકવું એ છે એની પ્રકૃતિ,
કેટલાય રૂપે નીખરતો,
ક્યારેક બીજનો ચાંદ,
ક્યારેક ચૌદવીનો ચાંદ,
ક્યારેક પૂનમનો ચાંદ બની બધે ચર્ચાતો,
ક્યારેક ઈદનો સંદેશો
તો ક્યારેક કડવા ચોથની,
ખબર લઈને આવતો,
હંમેશા શીતળને સૌમ્ય,
શાયર ને કવિને કવિતા લખવા મજબૂર કરતો એ,
રૂપ એનું સદા છલકાતું,
મો હંમેશા સદા મલકાતું,
સૌના આકર્ષણનું કેન્દ્ર એ,
પૂનમની રઢિયાળી રાતમાં,
આશિકોની જાન બનતો એ,
ખગોળશાસ્ત્રીય માટે જ્ઞાનનો ખજાનો,
એવો છે ચાંદ સુંદર મજાનો.
