યાચક બનીને આવ્યો
યાચક બનીને આવ્યો
યાચક બનીને આવ્યો તારે દરબાર
પલ્લું તારું ઝાલીયું કરે તું ઉદ્ધાર,
પ્રકૃતિને નાથવામાં જ રહ્યો હું વ્યસ્ત
વિનાશ દેખી કરું બેઠો બેઠો વિચાર,
બકી મેં હોડ સૂરજ ને ચંદ્ર સામે
અવકાશમાં ફેલાવ્યો કચરો અપરંપાર
મનની વિશાળતા બની ગઈ બ્લેકહોલ જેવી
સંબંધો છૂટી ગયા બસ રહ્યો તેનો અણસાર,
એક વાતે તું સાચો રહ્યો
હું જ અહીં તહીં દોડતો રહ્યો
હવે માંગી રહ્યો છું તારો જ આધાર
તું, સાંભળે કે ના, સાંભળે
હું, તો કરું તારો જ પોકાર.
