આનંદ
આનંદ
આનંદ વસતો ઉરમાં,
એને શોધવું બહારમાં,
થાક લાગે ભાગદોડમાં,
કશું ન આવતું હાથમાં,
કૂવે હોય એ હવાડે આવે,
ઉધારની જિંદગી ન ફાવે,
પૈસા પાણી જેમ ઉડાવે,
બેફિકરા થઈને મહાલે,
તકલાદી લાંબુ ન ચાલે,
પરિણામ શૂન્ય જ આવે,
કેમ એ સમજમાં લાવે,
નિજ મહીં શુરતા લાગે,
અંદરની જ્યોતિ જાગે
નિજાનંદમાં મસ્તી જામે,
ચારે પહોર આનંદ પામે.
