STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

બાંકડો

બાંકડો

1 min
155

ગલીના નાકે ને મહોલ્લાના નાકે બેઠા છે બાંકડા

બાંકડે બાકડે બેઠા છે 

થોડા મુરઝાયેલ ચહેરા,


થાકેલા હારેલા 

તો કોઈ છે..

જિંદગીથી ઉભરાતા,


હર એક પાસે છે

પોતીકી અનુભવ ગાથા

શ્રોતા મળે તો ખીલે એ

વાતોની મહેફિલ જમાવીને

હળવેથી કહેશે,


અમારા જમાનાની વાત જ જુદી

કોઈ કોઈ એમાં બે પેઢીને જોડતી કડી

સવારથી સંધ્યાનો ઈજારો લઈ બેઠા

રાત ઢળતી,

બાકડા ત્યાં ને ત્યાં,


યૌવનનો થનગનાટ ત્યાં ઉભરાતો

કાલના સપનાં આંખમાં આંજી

ભવિષ્યને મુઠ્ઠીમાં ભરી

પોતાની ઉડાન ઊડવા રેડી,


કયારેક ઉભરાતા રંગીન પતંગિયા 

દુનિયાથી બેખર

બાળ મસ્તીમાં ગુલતાન..


આવન જાવન વચ્ચે 

આ બાંકડા ..

ઠંડી ગરમી કે વરસાદમાં

નિઃશબ્દ બની તાલ જોતાં..

કયારેક જો 

આ બાંકડા બોલે તો ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract