જિંદગી
જિંદગી


ક્યારેક ટીકા તો ક્યારેક,
પ્રસંશા કરશે આ જિંદગી;
દરેક વળાંકે અઘરી,
કસોટી કરશે આ જિંદગી.
મોટી ભ્રમણા છે,
પ્રારબ્ધ નબળું હોવાની;
જો સાચી દિશા હશે તો,
પરિશ્રમ બદલશે જિંદગી.
ઘટનાઓના સાર,
તટસ્થ રહી મુલવજો;
હારમાં જીતની,
સમજણ સુધારશે જિંદગી.
બધી જ રમત અધૂરી રહેલ,
આશાઓ અને અરમાનોની છે;
મળ્યું છે તે માણવામાંજ,
સુધરશે જિંદગી.
ડાળ પર બેઠેલાં,
પક્ષી જેવી છે આ જિંદગી;
સમયની એક થપાટે,
ભૂતકાળ થશે જિંદગી.
કોઈ બીજા સાથે સરખામણી કરીનેજ,
આવે છે દુઃખ જિંદગીમાં,
ભગવાને ખુદ બનાવ્યા છે આપણને તો,
અતિઉત્તમ જ હશે આ સમજણ સુધારશે જિંદગી.
મારી પાસે આ નથી, મારી પાસે તે નથી ;
કરે છે એવી ફરિયાદ બધા
પરંતુ જે આપણી પાસે છે તે શ્રેષ્ઠ જ છે,
આ સમજણ આગળ લઇ જશે જિંદગી.
આ કરીશ ,તે કરીશ આવીજ બધી,
જંજાળ માં ફસાય જાય છે લોકો,
જે કરવુ તે આજે જ કરવું,
આવી સમજણ સુધારશે જીંદગી.
મન માં વહેમ છે કે સમય અને,
સમજણ છે આપણી પાસે જીવનમાં:
પરંતુ હકીકત તો એ છે કે,
જ્યારે સમય હોય ત્યારે સમજણ નથી હોતી,
અને સમજણ આવે ત્યારે સમય નથી હોતો,
આનું જ નામ છે જિંદગી.