મસાલા કમ દવા
મસાલા કમ દવા
છે આખું દવાખાનું
ઘરના રસોઈનું ખાનું
આવે ઉધરસ ,લાગે ચપ્પુની ધાર
થાય અગર લોહી શરીરની આરપાર
ઉઠાવી લો ફક્ત હળદરની જાર
પકડાય જો ગળું સુવાળું
લો મીઠું સાથે પાણી હુંફાળું
થાય દુખાવો પેટમાં કે થાય ગેસ
ગરમ પાણી સાથે મરી લઈ તું બેસ