થવાનું શુ?
થવાનું શુ?


વાત ખોટી કરી થવાનું શુ ?
ઝેર કાને ભરી થવાનું શુ ?
કામ સારાં કરો વિઘ્ન આવે,
હા એથી ડરી થવાનું શુ ?
બોલ મીઠાય કામ કરી દે છે,
હા બધી જગા છરી થવાનું શુ ?
જૂઠ છે એ જૂઠ રહેવાનું,
સાચ એ ફરી થવાનું શુ ?
સાચ જીવનમાં ઉતારવાનું છે,
હાથ ગીતા પર ધરી થવાનું શુ ?