STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ભારતીય ખેલંદા

ભારતીય ખેલંદા

1 min
309

મંત્ર અમારો ફતેહના ડંકા,

રમત હુન્નરના રણબંકા,

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા.


થઈ મહારથી મેદાને ઊભા,

મુકાબલે મતવાલા,

જીતવું એજ લક્ષ્ય લાખેણું,

ભાવ ધરી ખેલે ચુનંદા,

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા.


સંઘ ભાવના જોશ જગાવે,

પહાડ સમ દેવા ટક્કર,

હૈયે હામ ને તનમાં જોમ,

ડગ  ભરતા રંગે નક્કર,

ગુંથતા  હારલા  વિક્રમોના બંદા,

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા.


ફરફર ફરકે ગર્વે ત્રિરંગો,

વિજય તણા દુદુંભી,

ગલી ગલીએ ગાજે શોર,

જય જય ભારત ભૂમિ,

ઝૂમતી હૈયે ખુશીઓ આજ અનંતા,

છીએ અમે ભાઈ ભારતીય ખેલંદા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational