રમત રમીએ
રમત રમીએ
સંતાકુકડી થપ્પો રમીએ,
નિર્ણયશક્તિ વિકસિત કરીએ.
નિશાનેબાજી રમીએ ને,
ધ્એયશક્તિ વિકસિત કરીએ.
લંગડી રમીએ ને,
આત્મવિશ્વાસ દૃઢ કરીએ.
પકડપકડી રમીએ ને,
શારીરિક વિકાસ કરીએ.
શતરંજ રમીએ ને,
મનોવિકાસ કરીએ.
રમ રમીએ ને,
લક્ષ મક્કમ બનાવીએ.
ક્રિકેટ રમીએ ને,
એકસૂત્રમા બંધીએ.
ઘર - બહાર રમતો ને,
તંદુરસ્તી,ઉન્નતિથી ભરીએ.
રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય પથક કે,
ખ્યાતિ,ગર્વ કરીએ.
ભારતનું નામ પ્રખ્યાત કરીએ,
તિરંગાનો જયઘોષ કરીએ.
