માવજત
માવજત
મા નાં ખોળે હેતના હિંડોળા,
અણમોલ રત્ન જડિત સ્નેહ...
ઉતાર્યો થાક !
શીતળતા અનુભવ,
આશીર્વાદ મા હૃદયે અમૂલ્ય ભેટ...
નવજાત શિશુ-યુવા કાળ,
ઉછેર મા પરીક્ષા અપાર...
સહનશક્તિ-મમતારૂપી, ગુરૂ !
અગણિત અવતાર માયા...
નભ-સમુદ્ર જીવન જીવતી,
મૃગતૃષ્ણા સ્મિત છલ્લકે.
