STORYMIRROR

Daizy Lilani

Action Inspirational

3  

Daizy Lilani

Action Inspirational

લહેર

લહેર

1 min
118

લહેર લહેર ઉમટી...

વાત્સલ્યભરી સ્વપ્નની નગરી,

લહેર મૃગજળ બની સરકી...

સુખ-દુઃખ ન રહે હોંશ,

તન્મય દિવસો વીતી જાય...

ઉમંગભરી પળો મોજા થકી,

લહેર લહેર ઉમટી...


પર્વની ઉજવણી લહેર,

એકતા અને શિસ્‍ત ભરતી...

લહેર ધ્વનિ પક્ષી મોંહે,

જીવ મન પ્રફુલ્લિત રહે...

ચંદન રંગ સમાન રેતી,

કિલ્લો લહેરથી પ્રસરી ગયો...

લહેર લહેર ઉમટી...


દોડાદોડી રમતી લહેર,

ભૂલકાંઓ મનમોહેં...

વર્ષાઋતુમાં તોફાને લહેર,

કુદરતી સંગીતમય વાતાવરણ રચાઈ...

આસું ન મળે, પ્રેમીને લહેરમાં,

એમ દુઃખોને સુખ લહેર બનાવો...

લહેર લહેર ઉમટી...


Rate this content
Log in

Similar gujarati poem from Action