STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational Others

આ પાનખર કેવી આવી

આ પાનખર કેવી આવી

1 min
196

આ પાનખર કેવી આવી રે,

ઝાડવાના પાન ખેરવી સૂકા ભઠ કરી ગઈ.


થોડીવાર પહેલા તો પાન હસતા'તા, 

પ્રકૃતિની લીલા તો જૂઓ મનવા, 

વૃક્ષો પર હસતા પાન ખરી પડીને, 

નીચે રડી રહ્યા છે.


 ખરખર ખરી પડેલા પાનને જોઇ, 

થોડા લીલેરા પાન મરક મરક હસવા લાગ્યા, 

ખરેલા પાને કહ્યું, મિત્રો ફુલાય ના જશો થોડી ધીરજ ધરો, 

મારી દશા જે આજે છે તે કાલે તમારી થવાનીજ છે. 


જૂઓ આ પાનખર ભઈલા, 

ભઠ સૂકા થડને ભઠ સૂકી ડાળીઓ, 

ભાસે ભયંકર જાણે હાડપિંજર. 


સમજી લો માનવી સમજાવો વૃક્ષોને, 

કોઈનોય સમય એકધારો ખરાબ હોતો નથી, 

પાનખર પછી વસન્તની લહેર લહેરાય છે, 


પછી પાછા નવપલ્લવિત થઈ જાશો, 

પ્રકૃતિની કલા પ્યારીને પ્રભુની લીલા ન્યારી છે. 


જરા થોભો, ને વિચારો કે,

દરિયામાં ભરતી ને ઓટ આવે છે,

તેમ સૂર્ય -ચંદ્રનો પણ ઉદય ને અસ્ત થાય છે, 


આમ માનવજીવન, પ્રાણીજીવન,

કે વન્યજીવન હોય,

દરેકના જીવનમા પાનખર તો આવે છે જ,


સાથે સાથે વસંત પણ આવે છે,

પાનખર પછી શુભ કાર્યોના ઉદયથી,

સમગ્ર જીવન મહોરી ઉઠે છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational