કેડી
કેડી
ચાલને, એક નવી કેડી કંડારીએ,
આપણા પ્રેમને એક નામ આપીએ,
સ્નેહનો ધોધ વહેવડાવીએ,
ને પ્રેમીઓને તેમા ભીંજાવીએ,
ચાલને, એક પ્રેમ નગર વસાવીએ,
તેમા વસવા દિલ નો પ્લોટ ફાળવીએ,
સરનામું દિલનું આપીએ ને,
ધડકનનો ફોન નંબર આપીએ,
ચાલને, એક વાત્સલ્ય ધામ બનાવીએ,
ને વાત્સલ્યનો ધોધ વહેવડાવીએ,
જરૂર ન પડે વૃધ્ધાશ્રમની,
તેવા સંસ્કાર બાળકોને આપીએ.
