STORYMIRROR

Jeenal Vyas

Inspirational

3  

Jeenal Vyas

Inspirational

જિંદગી તને ફરી માણી લઉં

જિંદગી તને ફરી માણી લઉં

1 min
438

બહું થયું હવે જિંદગી,

લાવ હવે પોતાના માટે જીવી લઉં,

ઘણું કરાવ્યું તે તારી મરજીનું,

બસ હવે પોતાના મનનું માની લઉ.


બંધ પડયા છે, કયાય દિલના ખૂણામાં,

એ ગૂગળાયેલા 'શબ્દો'

લાવ ને એનેય થોડી,

વાચા આપી દઉ.


આજ કાલની આ ભાગ-દોડમાં,

નિરસ બની પડી રહેલી મારી 'લાગણીઓ'

ને ચાલને જરા હુંફાળા પવનની સાથે લહેરાવી દઉં,


શું કામ સતાવે છે જિંદગી ચાલ ને,

મારી સાથે તને એકવાર ફરી માણી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational