STORYMIRROR

Yashpal Bhalaiya

Inspirational

4  

Yashpal Bhalaiya

Inspirational

વર્તમાનમાં

વર્તમાનમાં

1 min
396

વર્તમાનમાં વર્ત્યા કર, તુંં વર્તમાનમાં વર્ત્યા કર

ભૂલી જા જે મારગ કાપ્યો

દૂર દેખતાની ચિંતા છોડ

સંભાળી ધરા જે પગતળ

વર્તમાનમાં...


આજુબાજુ તું જોયા કર

આગે-પીછે ને તું ટાળ

સામી છાતીએ લડ્યા કર

વર્તમાનમાં...


ભૂતકાળને ભાગી નાંખી

તકલીફોને દઈ તાલી

લઈ શિખામણ આગે બઢ

વર્તમાનમાં...


ભવિષ્ય ભાખવું છોડી દઈ

રોજ નવું તું શીખ્યા કર

આજદિનમાં આનંદ કર

વર્તમાનમાં...


ભૂતભાવિને એક કરી લઈ

સઘળું ચિત્ત પરોવી દઈ

જીવનદીપ દીપાવ્યા કર

વર્તમાનમાં...


 મળ્યા ફળને મેલી દઈ

મળવાના જે ભૂલી જઈ

તું કીધા કામમાં કૂદી પડ

વર્તમાનમાં વર્ત્યા કર, તુંં વર્તમાનમાં વર્ત્યા કર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational