કેવી મજા પડે !
કેવી મજા પડે !
જ્યારે મનગમતું સાંભળીએ કોઈ ઓચિંતું ગીત
કેવી મજા પડે !
મારગની વચ્ચે મળી જાય જો કોઈ જાણીતું સ્મિત
કેવી મજા પડે !
વિચારોના વમળોમાં સર્જાય જો કોઇ સંવાદી પ્રીત&n
bsp;
કેવી મજા પડે !
જ્યારે દરિયાની રેતીમાં નીકળે કોઈ સુદર્શની રીત
કેવી મજા પડે !
સ્પર્શ મળે આંગળીના ટેરવાંને હોય જો એ તારી પીઠ
કેવી મજા પડે !