STORYMIRROR

Yashpal Bhalaiya

Drama Tragedy

3.4  

Yashpal Bhalaiya

Drama Tragedy

હરફ

હરફ

1 min
225


હૈયેથી ઉછળી છેક હોઠ લગી જાય

મથું દાબવા છતા હરફ ના દબાય,


દેહે મારા એ રોજ-રોજ વિસ્તર્યો જાય

વિષ પેઠે એ વેદના કરાવતો જાય,


હરફ હરણીની રીત હાલતો જાય

હવે કેમ કરી હરફ હળવો થાય,


પડી કાને એ કેમ હવે રુદિયે જાય

હળવેથી હરફ એ મારો બની જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama